દિલ્હીમાં 4ની તીવ્રતાના ભૂકંપથી ગભરાટ
દિલ્હીમાં 4ની તીવ્રતાના ભૂકંપથી ગભરાટ
Blog Article
દિલ્હી અને તેની નજીકના નેશનલ કેપિટલ રિજન (NCR)માં સોમવાર, 17 ફેબ્રુઆરીની સવારે 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે ભૂકંપથી કોઇ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યાં ન હતાં અને તેનાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. દિલ્હીના ભૂકંપથી સમગ્ર ઉત્તર ભારતમાં ધ્રુજારી અનુભવાઈ હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ધરતીકંપની જમીનમાં માત્ર 5 કિમીની ઉંડાઈ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ દિલ્હી હતું. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પણ જોરદાર આંચકા અનુભવાયા હતા.
ધરતીકંપના આંચકાને કારણે દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં અનેક બહુમાળી ઈમારતોના રહેવાસીઓને ઘરની બહાર દોડી આવ્યાં હતાં. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર તેની ટ્રેનની રાહ જોઈ રહેલા એક મુસાફરે કહ્યું હતું કે તેને એવું લાગ્યું કે જાણે કોઈ ટ્રેન ક્રેશ થઈ ગઈ હોય અથવા પુલ તૂટી પડ્યો હોય. હું વેઇટિંગ લાઉન્જમાં હતો. બધા ત્યાંથી બહાર દોડી આવ્યા. એવું લાગ્યું કે જાણે કોઈ પુલ અથવા કંઈક તૂટી ગયું હોય.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી અને આસપાસના વિસ્તારોના લોકોને શાંત રહેવા અને સાવચેતી રાખવાનો અનુરોધ કર્યો હતો. વડાપ્રધાને એક્સ પર લખ્યું હતું કે દિલ્હી અને નજીકના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતાં. દરેકને શાંત રહેવા અને સાવચેતીઓનું પાલન કરવા અનુરોધ. સંભવિત આફ્ટરશોક્સ માટે સતર્ક રહેવું. સત્તાવાળાઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.દિલ્હી પોલીસે નાગરિકોને મદદ માટે ઈમરજન્સી 112 હેલ્પલાઈન પર ફોન કરવા વિનંતી કરી છે.